ટ્રમ્પની વિદેશી વિદ્યાર્થીઓને ગ્રીન કાર્ડ યોજનામાં શરતો ઉમેરાઈ

ટ્રમ્પની વિદેશી વિદ્યાર્થીઓને ગ્રીન કાર્ડ યોજનામાં શરતો ઉમેરાઈ

ટ્રમ્પની વિદેશી વિદ્યાર્થીઓને ગ્રીન કાર્ડ યોજનામાં શરતો ઉમેરાઈ

Blog Article

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની એક ચૂંટણી પ્રચાર મીટિંગમાં ગયા સપ્તાહે એવો વાયદો કર્યો હતો કે પોતે ફરીથી ચૂંટાશે છે, તો તેમનું એડમિનિસ્ટ્રેશન અમેરિકન કોલેજો અને યુનિવર્સિટીઓમાંથી ગ્રેજ્યુએટ થયેલા વિદેશી વિદ્યાર્થીઓને આપોઆપ ગ્રીન કાર્ડ્સ મળે તેવી કાનૂની જોગવાઈ કરશે.


અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ ભારતીયો બીજા ક્રમે અને ચીની વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમે આવે છે. ટ્રમ્પ ખરેખર ફરીથી ચૂંટાય અને તેમનું વચન પાળે તો આ વિદ્યાર્થીઓને સૌથી વધુ લાભ મળે. 2023માં નોંધાયેલા તમામ વિદેશી વિદ્યાર્થીઓમાં ચીનનો 53 ટકા હિસ્સો હતો. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ટ્રમ્પ ખરેખર આ વચન પૂર્ણ કરશે.


ટ્રમ્પ 2017થી 2021 સુધી પ્રેસિડેન્ટ હતા ત્યારે તેમના એડમિનિસ્ટ્રેશને ઇમિગ્રન્ટ્સનો પ્રવેશ પ્રતિબંધિત કરવાના પ્રયાસો કર્યા હતા અને H-1B ટૂંકાગાળાના નોન-ઇમિગ્રન્ટ વર્ક વિઝા પર અમેરિકામાં પ્રવેશતા ભારતીયોને નિશાન બનાવ્યા હતા. પ્રેસિડેન્ટપદે ચૂંટાતા  પહેલા તેમણે H-1B પ્રોગ્રામને સમર્થન આપ્યું હતું.


ટ્રમ્પ કેમ્પેઇને આ વખતે પણ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટનું વચન લગભગ પરત ખેંચી લેતાં તેમાં શરતો ઉમેરી હતી. કેમ્પેઈન દ્વારા જણાવાયા મુજબ, આ કાર્યક્રમ “તમામ સામ્યવાદીઓ, કટ્ટરપંથી ઇસ્લામ પરસ્તો, હમાસ સમર્થકો, અમેરિકાને નફરત કરનારા અને જાહેર સેવાઓ ઉપર આધારિત (ગરીબ વિદેશીઓ જે પોતાનું રક્ષણ કરવા અસમર્થ હોય) તેમને આમાંથી બહાર રાખવા માટે “આક્રમક મૂલ્યાંકન પ્રક્રિયા” અપનાવશે.


ટ્રમ્પે આ ટિપ્પણી 20 જૂનના રોજ સિલિકોન વેલીના બે રોકાણકારો સાથેના પોડકાસ્ટમાં કરી હતી. તેમને આ મુદ્દે વચન આપવાનું કહેવામાં આવ્યું કે તેઓ વિશ્વભરમાંથી શ્રેષ્ઠ અને તેજસ્વી લોકોને અમેરિકામાં લાવશે, ત્યારે તેમણે કહ્યું હતું કે, “હું વચન આપું છું, પણ હું સંમત છું.”


“હું એવું કરીશ કે તમે કોલેજમાંથી ગ્રેજ્યુએટ થાવ, ડિપ્લોમા પ્રાપ્ત કરો તેના એક ભાગરૂપે, આ ​​દેશમાં અધિકૃત રીતે રહેવા માટેનું ગ્રીન કાર્ડ આપોઆપ મળવું જોઈએ, અને તેમાં જુનિયર કોલેજીસનો સમાવેશ થાય છે.”

જે લોકો ગ્રીન કાર્ડધારક છે તેમને કાયમી ધોરણે અમેરિકામાં રહેવાની અને કામ કરવાની મંજૂરી મળે છે. અમેરિકા દર વર્ષે અંદાજે એક મિલિયન ગ્રીન કાર્ડ્સ આપે છે અને આ ઉપરાંત તે દર વર્ષે 1 મિલિયન વિદેશી વિદ્યાર્થીઓ પણ આવે છે, જે મોટાભાગે ચીન અને ભારતના હોય છે.

Report this page